મારા કાળજે કટારી વાગી તો ગઈ, આંખો પણ એની ભીંજાઈ તો ગઈ,
જાણે અજાણે મને જાકારો દઈ ગઈ, પછીથી પણ એ પાછી આવી તો ગઈ,
મારા સપનાને એ સજાવી તો ગઈ, મારી નીંદરને એ તો હલાવી ને ગઈ,
મારા કાળજે કટારી વાગી તો ગઈ, આંખો પણ એની ભીંજાઈ તો ગઈ,
દિલ અને દોલતના પારખા દઈ ગઈ, દિલની એ બાજી જીતાવીને ગઈ,
હારેલી બાજી એ પધરાવીને ગઈ, દિલના દિલાશા પણ આપીને ગઈ,
કેટ કેટલી કરી લઉં જીદ પામવાની, પણ સમયને એ તો સમજાવીને ગઈ,
મારા કાળજે કટારી વાગી તો ગઈ, આંખો પણ એની ભીંજાઈ તો ગઈ,
દુનિયાની રસમો કે ન રીતોની પરવા, પ્રેમ થકી મને બધું બતાવીને ગઈ,
કોણ કોના પર આફરીન થઇ જાય અહી, એ શબ્દોને પણ મનાવીને ગઈ,
મારા ભરોસે એ દુનિયા છોડી ગઈ, 'ને આંખો પણ કેમ ભીંજાઈ તો ગઈ,
મારા કાળજે કટારી વાગી તો ગઈ, આંખો પણ મારી ભીંજાઈ તો ગઈ.
"વિરલ...રાહી"
૨૫/૦૪/૨૦૧૧