![]() |
પડછાયા વિરલના |
કદી મળતા નથી એ પડછાયા,
તમને ગમતા નથી એ પડછાયા,
મને સહેતા નથી એ પડછાયા,
રોજ સવારે આવીને, એ તો દિલ ને દિલાશા આપે છે,
સાંજ પડે ને જતો મને છોડી, મારો એ જ પડછાયો,
મને કહેતો નથી મને ગમતો નથી,
મારી સંગ રહી ને બોલતો પણ નથી.
મને તમ કેરા સોગંધ આપી ને,
રોજ વિરહ માં તડપાવ તો એ,
મારો રંગ હતો મારું રૂપ હતું,
હું તો એને જ સંગ જીવતો હતો,
તારી યાદ ની સાથે કહેતો હતો,
મને તડપાવી ને રોજ કહેતો હતો,
છોડી જાસો તમે મને એક દી,
એ રોજ મને કહેતો હતો,
તમે જોયા નથી એ પડછાયા,
કદી મળતા નથી એ પડછાયા...
"વિરલ .... રાહી"
૦૪/૦૨/૨૦૧૧