મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Jul 13, 2011

જીંદગીનો ભાર હવે લાગે છે

જીંદગીનો ભાર હવે લાગે છે, જીવન પણ સુનકાર લાગે છે,
સહેવાતું નથી આ દુખ હવે, જ્યાં માણસ માણસનું લોહી માંગે છે,
ભાવ હતા 'ને હેત પણ હતા, આ જીવનમાં ઘણા ઉમળકા હતા,
જ્યારથી કળીયુગ પાગ્યો છે, ત્યારથી જીવન બોજ એક લાગે છે,
સફેદ ચાદર હું ક્યાં શોધું, મારા જ ઘરમાં કોણ જાગે છે,
જોને ગયો ભૂલી હું આજ મને, જાત મારી શું માંગે છે,
જીંદગીનો ભાર હવે લાગે છે, જીવન પણ સુનકાર લાગે છે,
એ દી' હતા જે રામ તારા રાજમાં, એ દી' હવે ક્યાં આવે છે,
ભૂલી જા આ શું ચાલે છે, તું તારાથી જ શું માંગે છે?
પ્રેમ નથી એવું ક્યાંથી કહું, જીવનમાં સ્વાર્થ ક્યાંથી જાગે છે,
મારું નથી કે તારું પણ નથી, માણસ પણ જોને કેવો ભાગે છે,
જીંદગીનો ભાર હવે લાગે છે, જીવન પણ સુનકાર લાગે છે...
 
 
"વિરલ...રાહી"
૧૩/૦૭/૨૦૧૧

Jul 7, 2011

વરસાદી વાયરા...

વરસાદી વાયરા વાતા હો ગોરી મોરી... વરસાદી વાયરા વાતા,
પાગલ હું થાતો ગોરી,  તારી સંગ જુમતો ગોરી,
વરસાદી વાયરા વાતા....
જોને આ આભ વરસે, જોને મારું દિલડું તરસે,
તારી સંગ રહેવું ગોરી રે... હો રાધા મોરી,
વરસાદી વાયરા વાતા...
નીદરૂ ના આવે ગોરી, આંખ ના જુકતી ગોરી,
પલ પલ સતાવે ગોરી હો હો હો ...
વરસાદી વાયરા વાતા...
કેમ કરી સાદ દઉં હું, યાદ તારી આવે ગોરી,
પાગલ મુને કેહતા લોકો, પાગલ બની રહેતો હું તો,

વરસાદી વાયરા વાતા...
તારી સંગ રમવું મારે, તારી સંગ જુમવું મારે,
તારી સંગ જીવન મારું જાય છે,
હો ગોરી મોરી... વરસાદી વાયરા વાતા...
જોનેમારું દિલડું તરસે, જોને અંભ ના વરસે,
વરસાદી વાયરાવાતા હો ગોરી મોરી વરસાદી વાયરા વાતા....
"વિરલ...રાહી"
૦૭/૦૭/૨૦૧૧