મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Dec 27, 2012

સપનું

એક સપનું જોયું મેં, હાથ માં હોય હાથ તારો,
પછી ભલે ને આખો મલક મને કે કે તું નઠારો,
શબ્દની સાથ જીવતો 'ને શબ્દની સાથ મરતો ,
આ દુનિયા માં તારી યાદો કેરા સહારે હું જીવતો,
દરિયાનું પાણી બધાને ખારું કેમ લાગે જોને,
અશ્રુ ને પણ હું અહીં તો અમૃત સમજી રોજ પીતો,
પાનખરમાં પહાડ બનાવી સૌ કોઈ વાતો કરતા
આ હસતા ચહેરા આગળ બધા કેવી મજાક કરતા,
સપનામાં સપનું અને એમાય મારૂ એક સપનું,
તારી સાથે રહેવાનું એક નાનકડું સપનું છે મારું,
"રાહી" અહીં કોણ છે, પુરા કરશે જે આ સપનું,
હાથ માં હોય હાથ તારો, એવું જોયું મેં એક સપનું ...

-"વિરલ ... રાહી"
27/12/2012

Dec 4, 2012

માં ...


ખોટું બોલીયે અને પકડી પાડે એ જ મા,
સાચામાં સાથ દઈ હરખે એ જ મા,
રમત રમતમાં જોડકણાં શીખવે એ જ મા,
ભૂલ પડે ત્યાં પ્રેમથી ભૂલ સુધારે એ જ મા,
તોફાન મસ્તી કરતાં ઠપકારે એ જ મા,
રિસાઈ જાઈયે અને લાડથી મનાવે એ જ મા,
બીમાર પડતાં જ અડધી થઈ જાય એ જ મા,
ભૂખ લાગે 'ને અડધીરાતે રસોઈ બનાવે એ જ મા,
જીદગીમાં સુખ-દુઃખ આવ્યા જ કરે પણ,
દુઃખમાં સાથ દઈ ચિંતા દુર કરે એ જ મા,
ભગવાન સૌથી મોટો એ બધાને છે ખબર,
તોયે તકલીફ પડતાં જ એને લડે એ જ મા,
સ્કૂલમાં જઈ શિક્ષકોને પછે એ જ મા,
આડા-અવળું થતાં જ ખખડાવે એ જ મા,
જીવનના ચક્રવ્યુહમાં સાથ દે સદા એ જ મા,
રસ્તો ભૂલતાં કાન પકડી રસ્તો બતાવે મારી મા ...

-વિરલ ... "રાહી"

04/12/2012

Dec 1, 2012

.કોમ ... નો .. જમાનો ...



તું કોઈ ને એમ ના પૂછ કે તું કઈ કોમનો,
દોસ્ત આ જમાનો આવ્યો છે ડોટકોમનો,
તું ઝગડા છોડ ને બોલ તું કોના કામનો,
તું અને હું છીએ અહીં કરશું કોનો સામનો,
જીવનું ને મરવું જોને એના હાથ રીમોટ,
અલ્લાહ બોલ  ત્યાં જ નાદ હરી ઓમ નો,
બધાને એકમેક માં ભળવાનું  જમાનો ડોટ કોમનો,
મંદિર મસ્જિત ની પણ હોય છે જોને વેબ સાઈટ,
સાથે રેહતા નથી તોયે જમાનો ઓરકુટનો,
રવિ સોમ શું કરો છો, જમાનો આખા વિકનો,
જોને ભાઈ આ તો છે જમાનો ડોટ કોમનો,
મને નથી ખબર કે ક્યાં મળે રોટલો,
મને ખબર ક્યાં છે અલખધણીનો ઓટલો,
જોને આ જમાનો આવ્યો છે ડોટ કોમનો,
ફેસબુકના સ્ટેટસમાં લખવાનું હું એકલો,
જોને ભાઈ આ આવ્યો જમાનો ડોટકોમનો
.
- વિરલ .. "રાહી"
  01/12/2012

છબકલું ... 7

અમે ધાર્યું નહોતું એવું કૈક તમે કરી દીધું,
અજાણી આંખડીએ ચોટ દઈ ભારે કરી દીધું,
કોઈનાથી અમે કોઈ વાત શું પ્યારી કરી લીધી...!!!
જવાનીમાં તમે તો મરણની તૈયારી કરી ....


- વિરલ .. "રાહી"01/12/2012

Nov 26, 2012

एहसास बाकी हे...

किसी की याद दिल में हे, कोई एहसास बाकी हे,
गुजरते वक़्त के दरमियाँ, कोई राज बाकि हे,
अभी तो सफर में हु, मिलेगी मंजिल मुझे एक दिन,
मगर इन राहो में, उसका सुहाना साथ बाकी हे,
कही शाम ढली, कही रात हिई,
अभी तो चाँद आया हे, चांदनी रात बाकि हे,
लोट आवो मेरे हमदम, तुम मेरा हाल तो देखो,
जिस्म मेरा तो मुर्दा हे, आखरी साँस बाकी हे,
उम्मीद हे हमें फिर मिलेंघे तुमसे, मेरे भगवान की कृपा बाकि हे,
प्यार की सौगात बाकि हे, दिल की दिवा भी बाकि हे,
किसी की याद दिल में हे, कोई एहसास बाकी हे,

-विरल गज्जर ... "राही"....
26/11/2012

Aug 9, 2012

સવાર પડી ગઈ...

તારા સપનાથી મારી નીંદર ઉડી ગઈ, અને જોને બહાર સવાર પડી ગઈ,
ખબર ના મને પડી કે ના તને પડી ગઈ, આ રાત જોને કેમ ગુજરી ગઈ,
હૂ તો રાહ જોઇને તારી બેઠો જ રહ્યો, પણ તારા સપનાથી મારી નીંદર ઉડી ગઈ,
તું ક્યારે મળીશ કે તું ક્યારે કહીશ, એ વાત વિચારીને મારી આંખ રડી ગઈ,
મારી સાથેની તારી યાદ રહી ગઈ, જો ને આ જીંદગી મારી તારી બની ગઈ,
પણ વિચારથી તારા મારી રૂહ ધ્રુમી ગઈ, શું વાત કરું તારી એ વાત રહી ગઈ,
પ્રેમ કેરી કેડીમાં મારી જીંદગી પડી ગઈ, તારી સાથેની મારી મુલાકાત રહી ગઈ,
તારા સપનાથી મારી નીંદર ઉડી ગઈ, અને જોને બહાર સવાર પડી ગઈ...

"વિરલ... રાહી"
તા: ૦૯/૦૮/૨૦૧૨

May 16, 2012

मेरे दिल में भी तू...


मेरे दिल में भी तू, मेरी धड़कन में तू,
मेरे सांशो में तू, मेरी यादो में तू,
मेरी नींदों में तू, मेरे सपनो में तू,
में कैसे जीयु, में कैसे जीयु, में कैसे जीयु,
अब तू ही बता, में कैसे कहू,
तुने मुजको भुलाया, क्यूँ मुजको बता,
तुने मुजको सताया, क्यूँ मुजको बता,
तू बन चुकी हे मेरी आरजू,
तू करके खफा मुझे क्यूँ चली,
अब कुछ तो बता, अब कुछ तो सुना,
मैंने ऐसा तो क्या गुनाह कर दिया,
तू क्यूँ चली ऐसे कुछ कहे बिना,
तुम कब संजोगी मेरे दिल की जुबा,
मेरी आंखे हर रोज क्यूँ ढूंढे तुम्हे,
मेरी दुनिया ही तुम, मेरी तक़दीर भी तुम,
में क्या करू , में अब जावू कान्हा,
मेरे दिल में भी तुम, मेरी धड़कन में तुम,,,

-विरल गज्जर.."राही"