મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Apr 3, 2013

એક વેદના... એના ગયા પછી...




રમત રમતમાં રમત રમી ગઈ, તું મારી સાથે આવું કેમ કરી ગઈ,
સ્વીકારી તને દિલથી મેં મારા, પણ મારી સાથે આવું કેમ કરી ગઈ,
આ દુનિયામાં હું જીવી નથી શકતો, 'ને ના તને ભુલાવી પણ શકતો,
તારી રમતમાં તે મઝાક તો કરી, પણ આવી મઝાક તે કેમની કરી,
પૂછી ના શક્યો, રોકી ના શક્યો હું, તારી રમત ને હું જાણી ના શક્યો,
રસ્તામાં આપણે અમથા જ લડતા 'તા, 'ને આજે ખુદાને શીદનો પૂછું,
વાંક હું કોનો કાઢું તારો કે મારો, જીંદગી પણ મારી રમત રમી ગઈ,
મને શું ખબર કે તું સાથ નૈ આપે, 'ને તે આવી તે રમત રમી ગઈ,
તારી આ રમતમાં હું હારી ગયો છું, ગમ મને કંઈ આ વાત નો નથી,
મારી સાથે રમત રમી ગઈ, 'ને મને આ દુનિયામાં એકલી મૂકી ગઈ,
કેમનો વિતાવીસ તારા વગરની જીંદગી, 'ને તું કેમ મને છોડી ગઈ,
હું તો ખુદા ને પણ કહીશ, કે આટલી મુલાકાત તે કેમની કરાવી,
રમત રમતમાં રમત રમી ગઈ, અને દુનિયામાં મને એકલી મૂકી ગઈ...
રમત રમતમાં રમત રમી ગઈ, તું મારી સાથે આવું કેમ કરી ગઈ,


-વિરલ... "રાહી"
03/04/2013