મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

May 25, 2011

ચાલ જીન્દગી થોડું બેસીએ.....


ચાલ જીન્દગી થોડું બેસીએ, પછી યમલોક સાથે જઈએ,
ચપટી જીવી લઉં ચેનથી, જીવનનો ભાર હવે ફેંકીએ,
ચાલ જીન્દગી થોડું બેસીએ....
મસ્ત જીવનની દોર તૂટશે, ભલેને ખુબ આપણે રોઇએ,
એક વાતની થશે શાંતિ, પજવાસે ના આત્મા હવે આપણો,
જતા જતા થોડું રમીએ, નામ બધાનું યાદ કરીએ,
ચાલ જીન્દગી થોડું બેસીએ.....
સંસાર મારો અહીં જ રહેશે, સગા વ્હાલા પણ રહેશે,
આંટી ઘૂંટી ને હવે છોડીયે, ચાલ જીન્દગી થોડું બેસીએ...
પ્રેમના જ વિષ જોને લઈએ, જાણી બુજી ને પ્રેમ કરીએ,
જીન્દગી આખી જ આમ દોડતા, હવે થોડીવાર જપીએ,
ચાલ જીન્દગી થોડું બેસીએ....
કેટલાયે પુણ્ય અહીં કરીએ, તોયે એક દી' તો બધા જઈએ,
સ્વર્ગ નર્ક સુ હોય જાણ તું, મર્યા બાદ ક્યાંક તો જઈએ,
ચાલ જીન્દગી થોડું બેસીએ, પછી યમલોક સાથે જઈએ...


"વિરલ....રાહી"
૨૫/૦૫/૨૦૧૧

May 18, 2011

બંદ વ્યથા...

બંદ બારણે શું થશે?? તું કહે 'તો કોની જીત થશે??
મહેલો પણ અહી વિખરાય છે, તાજના પત્તાની જેમ,
નથી શરૂઆત કોઈએ કરી, વિચારો પણ ડોળાયા જેમ,
અધુરી લાગણી 'ને અધૂરા શબ્દો, રસ્તે રજળે છે જેમ,
પ્રીત નથી 'ને હેત પણ નથી, મળેલા સંબધો તૂટે છે જેમ,
રજૂઆત હું કોને કરું..?? ઉપરવાળો બધું કરે છે કેમ.??
બંધ બારણે શું થશે?? કદી કલ્પના પણ રડી છે એમ,
સિતારા પણ અમથા ટમટમે છે, ચાંદ પણ રડે છે જેમ,
આભમાંથી શું પડે છે, અંગારની અલગારી મળે છે જેમ,
કરેલી વાતો મેં પણ હતી, તમે મલસો કોઈક દી' જેમ,
પ્રેમ કરીને હું જ રડ્યો, વરસાદ વરસે છે એકંદર જેમ,
મારી ભીતર જીવાડ્યા કોઈને, સાચવીને મેં રાખ્યા જેમ,
બંદ બારણે સવાલ છે મારો ?? રાહી હવે રૂંધાયો કેમ...??


"વિરલ...રાહી"
૧૮/૦૫/૨૦૧૧

May 17, 2011

હું આવ્યો... હું લાવ્યો...

મસ્ત હતું મારું જીવન, પણ વિચાર તારો આવ્યો,


ભૂલી ગયો કે હું નથી, પણ જાત મારી હું લાવ્યો,

ના જોયું તે મારી સામે, બસ ખેદ ભૂલી હું આવ્યો,

સપના મારા નથી, તોયે એ જ સપના હું લાવ્યો,

ભ્રમ હતો કે શું મારો, હું તમ માનસમાં કેમ આવ્યો,

યાદો મારી તમ સાથ, જાત અમથી જ હું લાવ્યો,

શબ્દે શબ્દે વિચારો 'ને, તમ ચિત્રપટ માં હું આવ્યો,

અંતરાઓ પછી શું ??? અંતર જીવનમાં કેમ લાવ્યો,

બસ એજ પળ હું રડ્યો, જ્યાં વિચાર તારો આવ્યો,

બસ એ દી' હું જ, તમ સામે મારી જાત જોને લાવ્યો,

ચલ છોડ આ તો ચાલશે, જો હું જીવન બનીને આવ્યો,

જીવનની દરેક યાદોનો, ખઝાનો મારી સંગ લાવ્યો,

તારા વિચારે હું અટવાયો, પણ ઘરે જ પાછો આવ્યો,

કેમે મને પણ ના સમજાયું, કે હું જાત મારી જ લાવ્યો..



"વિરલ...રાહી"

૧૭/૦૫/૨૦૧૧

ક્યાં મળે...!!!

જોને ખુદાને પણ ફુરસદ ક્યાં મળે, આ જીવનમાં હવે સમય ક્યાં મળે,


વિચારોના દરિયામાં જોને શું મળે, મારી અને તારી વાત ક્યાં મળે,

મસ્ત હતું જીવન મારા એજ ભંવરમાં, જોને હવે કોઈના હાલ ક્યાં મળે,

મોઝાઓની પરવા કોને હોય છે, પરવાના વિનાના માનવી ને શું મળે,

કિનારે બેસનારને કડી નાવ નાં જ મળે, જોને તારો હવે સાથ ક્યાંથી મળે,

હાલમાં જ બેહાલ થઇ લોકો રડે, આ હિસાબોના અધૂરા તાળા ક્યાં મળે,

બંધ બારણે હંધુય થાય છે, પણ મારા ખુદના આ અનુભવો કોને મળે,

વાત અમથી કઈ પતતિ નથી મારી, આ તો ભીતરની રજૂઆત થોડી મળે,

બાકી રહેલા સપના ની સાથે, મારી નીંદરનો સાથ હવે ક્યાંથી મળે,

નીસાની મારી હું કદી ના છોડી જતો, પણ તમારા ઈશારાઓ જોને મળે,

હું જ બધું ભૂલી કેમ જાતો, તારા વિરહમાં જ મારું દિલ પણ રડે,

અમથું આ દુનિયામાં કઈ જીવતું નથી, જો સાથ તારો કદી ના મળે,

બસ ભૂલી ગયો હું જ મારી જાતને, બસ તારા ચાહેરા સાચા કે દી' પડે..



"વિરલ..રાહી"

૧૭/૦૫/૨૦૧૧

May 5, 2011

રચના....

મારા અને તારા, છે શબ્દો બહુ સારા,

દુ:ખનાએ અહીં તો હોય છે જોને ભારા,

દુનિયામાં રહી ને, પણ દુ:ખના જ નારા,

સુખના મળે તો, બધા નાખે છે નિસાસા,

મનગમતા મળે હા મને સાથી જો સારા,

હું માનું ઉપકાર તારો સુંદર મન મારા,

હું રસ્તે છું બેઠો, તારી રાહમાં જ વચ્ચે,

મળે જો મને સામે તું કંઈક એ જ રસ્તે,

મારા અને તારા, હું શમણા જોવું પ્યારા,

કોઈ દી' તો મળશો, જીવનમાં જ મારા,

બસ કહું હું જ છેલ્લે, સ્વીકારો અમોને,

રાહ બતાવી ના જાવો, આમ જ મુકીને,





"વિરલ... રાહી"

૦૫/૦૫/૨૦૧૧