મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Feb 28, 2011

છાબકલું...૪

તું નથી 'ને હું પણ નથી,
મારી સંગ તારું દિલ પણ નથી,
યાદ બની ને આવો છો તમે રોજ,
આંશુ બની ને વહી જાવ છો તમે,
રૂપ નથી 'ને રંગ પણ નથી,
જીવનનો કોઈ ઉમંગ પણ નથી.
રાત હતી ને જામ પણ હતો,
બસ કમી તારા સીતમની હતી...
તું નથી 'ને હું પણ નથી,
મારી સંગ તારું મન પણ નથી...
 
"વિરલ... રાહી"
૨૮/૦૨/૨૦૧૧


પ્રેમ શું છે..??? કોઈની પાસે જવાબ છે??
પ્રેમ જીવન છે, પ્રેમ ઉપવન છે,
પ્રેમ સપનાની શ્રેષ્ઠ કળા છે,
પ્રેમ રૂપ છે, પ્રેમ રંગ છે,
પ્રેમ જીવનમાં એક સંઘ છે,
પ્રેમ દોલત છે, પ્રેમ આદત છે,
પ્રેમ જીવનની એક દવા છે,
પ્રેમ ગીત છે, પ્રેમ રીત છે,
પ્રેમ પારેવાની માત્ર જીત છે,
પ્રેમ આગ છે, પ્રેમ બાગ છે,
પ્રેમ જુવોને ઊંડો દરિયો છે,
પ્રેમ પાપ છે?? પ્રેમ સરપ છે?
પ્રેમ જીવનનું કોઈ નુકશાન છે??
પ્રેમ મારો છે, પ્રેમ તારો છે,
પ્રેમ મીરાનો એક અદાહાર છે,
પ્રેમ દોરી છે, પ્રેમે કોરી છે,
પ્રેમ ઉપરવાળાની કમજોરી છે,
પ્રેમ પુષ્પ છે, પ્રેમ કાંટો છે,
પ્રેમ વિના જીવન વાંધો છે,
પ્રેમ અંધ છે, પ્રેમ બંધ છે,
પ્રેમ આપનો એક સંગ છે,
પ્રેમ સુખ છે, પ્રેમ દુખ છે,
પ્રેમ જિંદગીની એક જ મઝા છે,
જીવન, કળા, રંગ, રૂપ, પ્રેમ તારો 'ને મારો છે.
પ્રેમ સદાય અમર રહે છે, પ્રેમ ની પરિભાષા રડે છે,
પ્રેમ શું છે..??? કોઈની પાસે જવાબ છે??


"વિરલ...રાહી"
૨૮/૦૨/૨૦૧૧

Feb 25, 2011

બાળપણ




દોડ દોડ કરવાનું 'ને કૂદાકૂદકરવાનું,
કોઈની સાથે અમથું જગડી પડવાનું,
મોડા ઉઠવાનું 'ને સ્કૂલે ભાગવાનું,
રીસેસ પડે ત્યારે ભાગી જવાનું,
આંબા ઉપરથી મીઠી કેરી ચોરવાની,
'ને ચોકીદારને અમથું જ હેરાન કરવાનું,
તળાવમાં જઈને તરવાનું શીખીએને
ઘરે જઈ પાપાની માર ખાવાનું,
મમ્મીના વ્હાલ 'ને પાપાની માર સાથે,
દાદાની લાકડી લઇ એમ જ દોડવાનું,
મંદિરે જવાનું 'ને ઘંટ વગાડવો 'ને,
પ્રસાદ મળે પછી દોડતા ઘરે આવવાનું,
મેળામાં જવાનો કજીયો કરવાનો 'ને,
ગુલ્ફી અને કેન્ડી લઇ એમ જ ફરવાનું,
કોલર ઉભા કરી મેળામાં ફરવાનું 'ને,
ચગડોળમાં બેસીને ચિચિયારી કરવાની,
હરવાનું ફરવાનું 'ને કુદાકુદ કરવાનું,
પાપાની મારથી રોજ રોજ બચવાનું,
પરીક્ષા ટાણે મેહનત કરવાની 'ને,
રાત પડે ત્યારે ઊંઘી જવાનું,
પરીક્ષા હોલમાં કાપલી કરવાની 'ને,
પકડાઈ જવાય તો થોડું રોઈ લેવાનું,
મેડમને ભોળાભાવે પટાવી લેવાનું,
રિજલ્ટ આવે તો નૈ લેવા જવાનું,
'ને પાપા ના દર થી રડી પડવાનું,
વેકેસન માં મામાના ઘરે જવાનું,
'ને સ્કૂલ ખુલે ત્યારે પાછા આવવાનું,
પાછું એ જ ભણવાનું ને પાછું એ જ કુદવાનું,
બાળપણની એ જ મસ્ત મસ્તી કરવાની,
મન થાય ત્યારે કજીયો કરવાનો 'ને,
મેદાનમાં જઈને મેચ રમવાનું,
દાવ લેવાની ઉતાવળ કરી ને પછી,
ફિલ્ડીંગ આવે ત્યારે ભાગી જવાનું,
આ જ મારું બાળપણ ને આ જ મારું જીવન,
હવે ક્યાં કુદાકુદ કરવાનું ને ક્યાં ફરવાનું,
લોકો ની શરમે હવે સીધા રહેવાનું,
મન થાય તોય હવે શું કરવાનું..?


"વિરલ...રાહી"

૨૫/૦૨/૨૦૧૧

વાત એ ની એ જ છે...



વાત એ ની એ જ છે,
પ્રીત એ ની એ જ છે,
રીત મારી એ જ છે,
રાત એ ની એ જ છે,
જીવનમાં બસ નમી છે,
તારી જ એક કમી છે,
રૂપ તારું એ જ છે,
તોયે વાત એ ની એ જ છે,
મન મારું નેક છે,
તને પામવાની ટેક છે,
ગીતોની દોર છે,
'ને મહેફિલની કમી છે,
એ ની જ બસ કમી છે,
હા, વાત એ ની એ જ છે,
જીન્દગીની રાહ પર,
મારી જ એક બ્રેક છે,
તને પામવાની મારી જ એક ટેક છે,
તું જ એ ની એ જ છે,
ને હું જ એ જો એ જ છું,
વાત એની એ જ છે,
'ને પ્રીત એ ની એ જ છે,
રાત, વાત, ગીત, પ્રીત
જીવનની આ જ રીત છે....

"વિરલ... રાહી"
૨૫/૦૨/૨૦૧૧

Feb 24, 2011

જીવનનું કંઈક

ના હતું મારું કંઈ 'ને ના હતું તારું કંઈ,
અમથા જ લડો છો રોજીંદા જીવનમાં,
ના હતું એનું કંઈ 'ને ના હતું પેલાનું કંઈ,
વાત નથી ખાનગી 'ને તોયે બબડાટ કરે છે,
જીવનના ચક્રમાં વક્ર થઇ ખદબદે છે,
જોઈ લે દુનિયા તો અમસ્તી જ દોડે છે,
ભાગમભાગ કરીને પણ લોકો જ રડે છે.
છતાં પગે ચાલવાનું ટાળીને ફરે છે,
રૂપિયાના રૂપમાં જ પોતે બળે છે,
કોઈના જીવન માં આવી ને પડે છે,
અમથું જ લડી ને એ તો પોતે જ સડે છે,
પડે છે, રડે છે, દોડે છે, બળે છે,
આ બધા વચ્ચે "રાહી" મરે છે...


"વિરલ... રાહી"
૨૫/૦૨/૨૦૧૧

Feb 17, 2011

જીવનમાં ખુશીયો લાવી છો...



તું સ્વપન બનીને આવી છો,
જીવનમાં ખુશીયો લાવી છો,
તું આભ બનીને આવી છો,
વરસાદ પ્રેમનો લાવી છો,
તું હસતા ચહેરે આવી છો,
દિલની દાવત લાવી છો,,
તું શ્વાસ બનીને આવી છો,
જીવનમાં પ્રાણ લાવી છો,
તું યાદ બનીને આવી છો,
યાદોની બારાત લાવી છો...
તું વ્હાલ બનીને આવી છો,
મનમાં ઉમળકા લાવી છો,
આશાની કિરણ બની આવી છો,
હું પ્રેમથી રાહી બની રાહ જોવું છું,
તું જીવન માં મારા આવી છો,
જીવનમાં ખુશીયો લાવી છો...


"વિરલ...રાહી"
૧૭/૦૨/૨૦૧૧

Feb 16, 2011

છબકલું ...૩ હિન્દી

तेरे आंशु मुझे जख्म दे गए,
मौत माँगा तो मात दे गए,
दोस्ती के सागर को भुला दिया,
उतना पागल बना तुने दिया मुझे,
अब में तो चला हु कब्र पे मेरी,
जनाजे को भी न देखा मेरे तुने,
हमें आस थी तुन एकबार भी देखोगी हमें,
तभी तो गुजराथा जनाजा तुम्हारे घर से...

"विरल.. राही"
०६/०२/२०११

છબકલું....૨

મારું ચિત છે તમ સામે,
મારું મન છે તમ સામે,
મારું તન છે તમ સામે,
મારો પ્રેમ છે તમ સાથે,
હું પ્રીત કરી ને જાવું
હું ગીત બની ને જાવું
મારું સંગીત છે તમ સાથે,
મારો શેર છે તમ કાજે,
હું તો રીત બની ને જાવું
હું તો પ્રીત બની ને જાવું...

વિરલ... રાહી..
વિરલ વાલમીયો...

છબકલું...

રડતી આંખોમાં આશુ વહે છે,
મતલબી દુનિયામાં સ્વાર્થ રહે છે,
સમુંદર પણ કોક દી ગાન્ડો બને છે,
જયારે કોઈના વિયોગમાં એ પડે છે...

Feb 13, 2011

આંખોના અરમાન...

ન જાણે શું જોવો છો મારી આ વેરાન આંખોમાં,
છુપાવી રાખ્યા છે અમે ગણા તૂફાન આંખોમાં,
એ સબનમી રૂપ અને ક્યાં એ ગાથા બાદીયો ની,
લ્યા આવ્યા છો કઈ શોધવા તમે આ આંખોમાં,
કોઈ નો હાથ લઇ ને ક્યારે તમે મળ્યા અમોને,
તો કેવું તૂટી ને વિખરાયું હશે મારું મન મારી આંખોમાં,
ના સમજો ચુપ છીએ તો તમારાથી કોઈ સીકવા નથી,
હું મારા જ દર્દની કોઈ ઓળખ રાખતો નથી આંખોમાં
મળ્યા તમે અમોને એક અજનબી બની ને,
તો કેમ દર્દના દેખાય મારી આ બળતી આંખોમાં,
મન્નત રાખવાથી નથી કઈ હાસિલ થવાની મને,
કે હવે જલાવી દીધા બધા અરમાન સળગતી આંખોમાં...

"વિરલ...રહી"
૧૩/૦૨/૨૦૧૧

જન્ખના...મારી



એને પામવા ને હું તો રોજ જન્ખું,
મારી જન્ખનાવો ને કોઈ માન તો આપો,
મને દરિયો ગમતો ને એના મોઝા ગમતા,
હું તો સાગર ના શૈશવ ને રોજ જન્ખું,
પવન કેરી લહેરો મને પ્યારી લાગે,
'ને પવન ના એ પાલવ ને હું રોજ જન્ખું,
મને આભ ની ગાજવીજ વ્હાલી લાગે,
ને હું તો વરસતા વરસાદ ને રોજ જન્ખું,
વહેલી સવારે મને કલરવ સંભળાતો ને,
હું તો પંખીના કલરવ ને રોજ જન્ખું,
નદી પણ એમ જ રહેતી રહે છે,
પણ એના વમળોને હું તો રોજ જન્ખું,
સિતારા તો એમ જ દેખાઈ જાય પણ,
ખરતા સિતારા ને હું તો રોજ જન્ખું,
ઘરની ફૂલદાનીમાં સોડમ મળતી નથી,
તોયે ભમરાનામધુર ગુંજનને રોજ જન્ખું,
માણસ છું, જન્ખનાવો ઘણી હોય પણ,
મારી જન્ખનાવો ને કોઈ માન તો આપો....

"વિરલ...રાહી"
૧૩/૦૨/૨૦૧૧

Feb 12, 2011

નિખાર લઇ બેઠા છો




તમે તો અજબનો નિખાર લઇ બેઠા છો,
મને ગમતા ફૂલોનો તમે સાથ લઇ બેઠા છો,
તમે જ મારા ગીતોના સંસારમાં બેઠા છો,
મારા એ શબ્દોનો અણસાર લઇ બેઠા છો,
અહી આભમાંથી રોજ રોજ આંશુ વહે છે,
મારી આ આંખો તો અશ્રુ પણ રહે છે,
તમે મારી જ સામે એક વાત કઈ બેઠા છો,
મારા પ્રેમના પુષ્પોને કરમાવી બેઠા છો,
હું જીંદગીમાં જોશ ભરી જોશીલો બનું છું,
તમે એમાં જ યાદો ના દર્દ દઈ બેઠા છો,
હવે જીવન ના એક એક પલ ને ગણું છું,
એ પલ માં હું તો બસ મૌત ને રટું છું,
જીવન નો મારો આધાર થઇ બેઠા છો,
તમે તો અજબ નો નિખાર લઇ બેઠા છો...


"વિરલ... રાહી"
૧૨/૦૨/૨૦૧૧

અદલાબદલી...

એ રોજ અહીં આવી ને એમ જ હરાવી જાતી
અલકમલક ની અદલાબદલી એમ જ થઇ જાતી
રોજ મારી સામે એ એક સ્મિત રેલાવી જાતી,
મારા દિલ ના દરિયા માં એ એનું નામ ઢોળી જાતી,
મને ગમતા ગીતો નો સણગાર સજાવી જાતી,
અલકમલક ની અદલાબદલી એમ જ થઇ જાતી,
મારા પ્રેમ ના એ બાગ માં સોડમ ફેલાવી જાતી,
સોડમ થી જ દિલ માં મારા એ દર્દ દઈ જાતી,
હું વાત કરું જયારે એની પ્રેમ કેરી પ્રીતની,
ત્યારે જ મારા શબ્દો ની ખોટ વધી જાતી,
એ મારા જીવન માં મને પ્રેમ કરી જાતી,
જતાં જતાં મને દિલ ના દર્દ દઈ ને જાતી,
એ રોજ સામે આવી ને મને બનાવી જાતી,
મારા જ દિલની બધી દોલત ને લુંટી જાતી,
એ રોજ સામે આવી ને મને જ હરાવી જાતી,
અલક મલક ની અદલાબદલી એમ જ થઇ જાતી...



"વિરલ...રાહી"
૧૨/૦૨/૨૦૧૧

Feb 7, 2011

જવાની....

જવાની જીવન માં તો આવી રે ગઈ,
મારા જીવન ને એ તો સમજાવી ને ગઈ,
જવાની મને પ્રેમ બતાવી ને ગઈ,
મારા દિલ ને એ તો જગાવી ને ગઈ,
મને પ્રેમ ના જામ એ આપી ને ગઈ,
એ તો જામ ને એમ જ છલકાવી ને ગઈ,
દિલ માં એક દિલભર બનાવી એન ગઈ,
જવાની જીવન માં તો આવી રે ગઈ,
વિચારો બધા એ વહાવી ને ગઈ,
મારા શબ્દો ને એમ જ સજાવી ને ગઈ,
મારા પુષ્પો ભર્યો બાગ મહેકાવી ને ગઈ,
મારા જીવન માં કલરવ કરાવી ને ગઈ,
મારા દિલમાં એ દર્દ આપી ને ગઈ,
જવાની જીવન માં તો આવી રે ગઈ...

"વિરલ...રાહી"
૦૭/૦૨/૨૦૧૧

Feb 5, 2011

સંગાથ બની રહેજો

દુખ માં જ સાચો સંગાથ બની રહેજો,
'ને સુખ માં જ સાચો વિશ્વાસ બની રહેજો,
તમે મારા જીવનના સાથી બન્યા છો.
તોયે મારા થી રોજ રોજ અળગા રહો છો,
તમે મારા એ શબ્દોને જીલી ગયા છો,
મારા પ્રેમ કેરા પુષ્પો ની સોડમ બન્યા છો,
દિલ ના ઉમંગો ના અવસર બન્યા છો,
તમેં મારા આ હૈયાના હેત બન્યા છો.
હું તો તમને રોજ દિલ માં મારા રાખું,
તોયે  તમે તો મારાથી રૂઠી રહ્યા છો,
સપના માં તમે રોજ આવી ને અમને,
દિલ કેરી દોલત ના સાથી બન્યા છો,
તમને હું વિનવું ને વાત મારી મુકું,
દુખ માં જ સાચો સંગાથ બની રહેજો..
સુખ માં જ મારો વિશ્વાસ બની રહેજો.

"વિરલ... રાહી"
૦૫/૦૨/૨૦૧૧

મળતા મળી જાય છે

શબ્દો તો મળતા મળી જાય છે,
રચના તો એમ જ બની જાય છે,
આંખો માં અશ્રુ વહી જાય છે,
દિલ માં તો દર્દ રહી જાય છે,
સપનામાં એમ જ આવી જાય છે,
યાદો માં એજ રહી જાય છે,
મન માં અનમોલ બની જાય છે,
મારા ગીતો ના બોલ બની જાય છે,
સરિતા તો એમ જ વહી જાય છે,
પછી દરિયા ને એ મળી જાય છે,
મારા જીવન માં જોમ ભરી જાય છે,
એ તો બાગ ની બુલબુલ બની જાય છે,
જીવન ની નૈયા બની જાય છે,
મારા બાગ ના પુષ્પો મહેકી જાય છે,
મને દિલ ના એ દર્દ દઈ જાય છે,
મને યાદો ની દુનિયા એ દઈ જાય છે,'
શબ્દો તો મળતા મળી જાય છે,
રચના તો એમ જ બની જાય છે,

"વિરલ... રાહી"
૦૫/૦૨/૨૦૧૧

Feb 4, 2011

રહી જાય છે

આંખો ના ઈશારા કરી જાય છે,
દિલમાં એની યાદો રહી જાય છે,.
સપના માં રોજ આવી ને એ,
પ્રેમ ભર્યો દર્દ દઈ જાય છે,
હું તો ચાહું સદા એની યાદો ને.
હું તો ચાહું સદા એની વાતો ને.
મને પ્રેમ કેરો સાદ દઈ જાય છે,
મને ખોટા દિલાશા દઈ જાય છે,
મારા દિલ ના એ સોદા કરી જાય છે,
મારી યાદોના વમળ રહી જાય છે,
એના રૂપના એ સોગંધ હતા,
મારા દિલ એ દર્દ એના હતા,
એ આંખો ના ઈશારા કરી જાય છે,
દિલમાં યાદો રહી જાય છે.


"વિરલ...રાહી"
૦૪/૦૨/૨૦૧૧

વાર્તા રે વાર્તા

એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો.નિબંધનો વિષય છે—”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???” બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું,” કેમ શું થયું???કેમ રડો છો???” શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું” તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ” તેમના પતિએ નિબં ધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું— ” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.” હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો. શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,”હે ભગવાન!!!બિચારું બાળક!!!!કેવા ભયાનક માતા-પિતા છે!!!!!” શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા, ” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.” 

તું જતી જાય છે....



તું જતી જાય છે, કહેતી જાય છે,
મારા થી દૂર હાલી જાય છે,
મને કહેતો ખરા હવે ક્યારે મળીશ,
સપનામાં તું જ આવી જાય છે,
મારી યાદોની સંગ રહી જાય છે,
મારા દિલમાં તું રહેલી જ છે,
મારું જીવન તું બની જાય છે,
મારા વિરહ ને કહેતી જાય છે,
પ્રેમ ના તું જામ તોડી જાય છે,
આશાના પાલન છોડી જાય છે.
મારા દિલ ના દિલાશા લઇ જાય છે,
તું જતી જાય છે, કહેતી જાય છે,
મારાથી દૂર હાલી જાય છે...



"વિરલ... રાહી"
૦૪/૦૨/૨૦૧૧

પડછાયા

પડછાયા વિરલના 
કદી જોયા નથી તમે પડછાયા,
કદી મળતા નથી એ પડછાયા,
તમને ગમતા નથી એ પડછાયા,
મને સહેતા નથી એ પડછાયા,
રોજ સવારે આવીને, એ તો દિલ ને દિલાશા આપે છે,
સાંજ પડે ને જતો મને છોડી, મારો એ જ પડછાયો,
મને કહેતો નથી મને ગમતો નથી,
મારી સંગ રહી ને બોલતો પણ નથી.
મને તમ કેરા સોગંધ આપી ને,
રોજ વિરહ માં તડપાવ તો એ,
મારો રંગ હતો મારું રૂપ હતું,
હું તો એને જ સંગ જીવતો હતો,
તારી યાદ ની સાથે કહેતો હતો,
મને તડપાવી ને રોજ કહેતો હતો,
છોડી જાસો તમે મને એક દી,
એ રોજ મને કહેતો હતો,
તમે જોયા નથી એ પડછાયા,
કદી મળતા નથી એ પડછાયા...

"વિરલ .... રાહી"
૦૪/૦૨/૨૦૧૧

Feb 3, 2011

તમારા વિના

આંખો માં અશ્રુ ખૂટી જાય છે,
હવે શ્વાસ પણ ખૂટી જાય છે,
કેડી પર હું જ થંભી જાવું છું,
રસ્તો એ આગળ વધી જાય છે,
હુસ્ન ના જામ ખૂટી જાય છે,
દિલ માં એ નામ રહી જાય છે,
મન માં જ મારા અમસ્તું રહો છો,
તમારા જ સ્વપ્ન મૂકી જાવો છો,
પાદર માં લોકો રહી જાય છે,
'ને ગાગરના ભાવ કરી જાય છે.
મને ગમતું નથી એ શું કરું,
તમ કેરો સાથ છૂટી જાય છે,
રડતો મૂકી ને તમે કેહતા ગયા,
કે તમ કેરું નામ મીટી જાય છે,
આંખો માં અશ્રુ ખૂટી જાય છે.
હવે શ્વાસ પણ ખૂટી જાય છે.

"વિરલ... રાહી"
૦૩/૦૨/૨૦૧૧

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું
કોણ માની શકે જલ,કમલમાં હતું !
શું હતું ક્યાં ગયું પ્રશ્ન એ ક્યાં હતો ?
જે હતું તે બધું દરઅસલમાં હતું !
સ્હેજ પણ ક્યાં નહીંતર અપૂરતું હતું
...તોય કેવી અકળ ગડમથલમાં હતું !
શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં
સત્ય,કડવું ભલે પણ અમલમાં હતું !
કોણ’કે છે મુકદર બદલતું નથી?
આજ એ પણ અહીં,દલબદલમાં હતું !
મૌન, છેલ્લેસુધી અવતરણ ચિહ્નમાં
‘ને હવે,આંસુઓની શકલમાં હતું !
ફેર શું હોય છે રૂપ ને ધૂપમાં ?
બેઉ,અડધે સુધી હર મજલમાં હતું !

ડો.મહેશ રાવલ

Feb 2, 2011

એક જીદગી ની આજે, શરૂઆત થાય છે

એક જીદગી ની આજે, શરૂઆત થાય છે,
મિત્રો મળે છે કેવા, એવી વાત થાય છે,
જો હોય તમે રાજી, તો કહી દો મને,
દોસ્ત કેરા દિલ ના, અહી ભાવ થાય છે,
મારું મન કહે છે મને, કેમ રડો છો?
મન માં જ લાખો, સવાલ થાય છે,
હાસ્ય કેરો પડદો, હું રોજ ઓઢું છું,
આંશુ થી એ તો, ભીંજાઈ જાય છે,
વાદળ ગરજે છે અહી, રોજ મારી ઉપર,
પણ પત્થર નો અહી તો, વરસાદ થાય છે,
માફી તો મને આપો, હવે રાત જાય છે,
હવે જીદગી નો ખેલ, હારી જવાય છે,
એક જીંદગી ની આજે, શરૂઆત થાય છે,
મિત્રો મળે છે કેવા એવી વાત થાય છે........

૨૯/૦૧/૨૦૧૧
"વિરલ... રાહી"

સાવ અજાણી વાત

સાવ અજાણી વાત હતી અને સાવ અજાણ્યો સ્પર્શ,

સાવ સુકો એનો રંગ હતો ને સાવ ફીકું એનું અંગ

તન થી મન થી હારેલો એ કહે મને હર દમ,

પ્રેમની એ વાત કરે તોએ લાગે એ તો નિર્ધન

૦૨/૦૨/૨૦૧૧
"વિરલ... રાહી"

બસ તારી સંગ રહેવાનું

બસ તારી સંગ રહેવાનું અને તારી સંગ જીવવાનું,
પ્રેમ કેરો પ્યાલો લઇ ને અમૃત રસ પીવાનું,
સાંજ હોય કે હોય સવાર બસ એક જ નામ રહેવાનું,
દિલના એ હિંડોળા માં બસ તારું જ નામ રહેવાનું,

૦૨/૦૨/૨૦૧૧
"વિરલ... રાહી"

હુ તુ તુ તુ તુ તુ તુ તુ જામી રમતની ઋતુ

હુ તુ તુ તુ તુ તુ તુ તુ
જામી રમતની ઋતુ
આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
હોય જગ જાગતું કે હોય સુતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
ભેરું તો દેખાવ કરીને ખેલ ખેલતા ઉંચે શ્વાસે
પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…