મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Nov 16, 2018

છબકલું... 9



ચાલને હવે બાળક બની જઇયે, પાછા હવે થાળે પડી જઇયે,
ચાલને હવે લડાઈ ઝઘડા છોડીયે, પાછા હવે ભેળા થઇ જઇયે,
ઊંચાતો ઉડ્યા છીએ બહુ હવે, ચાલ ને હવે માળામાં પાછા જઇયે,
બાળપણની યાદ કોને આવે હવે, ચાલને હવે નીચા નમી જઇયે,
ચાલને હવે પલાઠી વાળી બેસીએ, અમસ્તી થોડી વાતો કરી લઈએ,
થાકી જઈશું આમ જ એક દી ', હલેસા ને હવે બાજુ મૂકી દઈયે..
ચાલને હવે બાળક બની જઇયે, પાછા હવે થાળે પડી જઇયે.


- વિરલ..."રાહી"
  1611/2018