મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Feb 13, 2011

જન્ખના...મારી



એને પામવા ને હું તો રોજ જન્ખું,
મારી જન્ખનાવો ને કોઈ માન તો આપો,
મને દરિયો ગમતો ને એના મોઝા ગમતા,
હું તો સાગર ના શૈશવ ને રોજ જન્ખું,
પવન કેરી લહેરો મને પ્યારી લાગે,
'ને પવન ના એ પાલવ ને હું રોજ જન્ખું,
મને આભ ની ગાજવીજ વ્હાલી લાગે,
ને હું તો વરસતા વરસાદ ને રોજ જન્ખું,
વહેલી સવારે મને કલરવ સંભળાતો ને,
હું તો પંખીના કલરવ ને રોજ જન્ખું,
નદી પણ એમ જ રહેતી રહે છે,
પણ એના વમળોને હું તો રોજ જન્ખું,
સિતારા તો એમ જ દેખાઈ જાય પણ,
ખરતા સિતારા ને હું તો રોજ જન્ખું,
ઘરની ફૂલદાનીમાં સોડમ મળતી નથી,
તોયે ભમરાનામધુર ગુંજનને રોજ જન્ખું,
માણસ છું, જન્ખનાવો ઘણી હોય પણ,
મારી જન્ખનાવો ને કોઈ માન તો આપો....

"વિરલ...રાહી"
૧૩/૦૨/૨૦૧૧