મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Mar 18, 2011

એજ રાતે હું રોયો તો ઘણો...

એજ રાતે હું રોયો તો ઘણો, વરસાદ પણ કંઈક પડ્યો તો ઘણો,
એના જ પ્રેમમાં હું હતો, અને બેવફાઈમાં હું જ રડ્યો તો ઘણો,
છોડી મને એ જતા તો રહ્યા, મારા જ સપનામાં હું નડ્યો તો ઘણો,
સંગ મારી સદાય હતું મન, યાદોનો દરિયો પણ પડ્યો તો ઘણો,
ઉછળેલા આ મોઝાની વચ્ચે, જીંદગીમાં હું જ રહ્યો તો ઘણો,
મધ દરિયે મારી નાવ અહિયાં, કોઈકે તો ડુબાડી લાગે છે,
સાથ દઈશ હું જીવન ભર તારો, વચન તોડી એ ગયા જુવોને,
એજ રાતે હું રોયો તો ઘણો, વરસાદ પણ કંઈક પડ્યો તો ઘણો,
સમજાતું નથી મને કે આ મતલબી દુનિયાનો દસ્તુર શું છે..??
બસ ખાલી માણસોના મન રોજ રોજ મળે છે બહુ ખાલી,
દુનિયાના ચકરાવોમાં લોકો અમથા જ રહી જાય છે,
મને યાદ છે બસ એટલું  જ કે હું એ જ રાતે રોયો તો ઘણો,
એના જ પ્રેમમાં હું હતો, અને બેવફાઈમાં હું જ રડ્યો તો ઘણો,


"વિરલ...રાહી"
૧૮/૦૩/૨૦૧૧

Mar 17, 2011

તું કહે તો



હે પ્રભુ,
તું કહે તો, તારી પાસે ચાલ્યો આવું,
તારું આપેલું જ જીવન ત્યાગી ને આવું,
સુખ ઘણા ળ્યા અને દુખ પણ મળ્યા,
લોકોના બનાવટી ચહેરા પણ ઘણા જોયા,
તે બનાવેલી દુનિયા પણ ધૂડી જોઈ,
હે પ્રભુ,
તું કહે તો, તારી પાસે ચાલ્યો આવું,
મારા દિલની દરેક ધડક તારી દેન છે,
તારા નામની મારા મનમાં એક દુકાન છે,
એ દુકાન માં તારા નામ કેરી માળા છે,
રોજ રોજ જીવન માં બદલાવ આવે છે,
હે પ્રભુ,
તું કહે તો, તારી પાસે ચાલ્યો આવું,
તારું આપેલું જ જીવન ત્યાગી ને આવું..




"વિરલ...રાહી"
૧૭/૦૩/૨૦૧૧

Mar 16, 2011

એક વંદના પ્રભુ તને...



હે કુદરત તું હવે તો બંધ કર,
તારા આ પ્રકોપ ને હવે તો શાંત કર,
એક પછી એક તાંડવ સર્જાય છે,
ભૂકંપ પછી સુનામી ક્યાંક ને ક્યાંક થાય છે,
હે કુદરત તું હવે તો બંધ કર....
સુતેલાને તું સુવા નાથી દેતી,
'ને જાગેલા ને જપવા નથી દેતી,
વાવાજોડા નું નામ કંઈક અલગ હોય,
પણ એની અસર તો બહુ થઇ હોય,
હે કુદરત તું હવે તો બંધ કર....
ભારત પછી, ચીન અને ચીન પછી જાપાન
આવા તો ઘણા ઘણા દેશ હશે તું જાણ,
કેટ કેટલ ના તું જીવ હવે લઈશ,
કોઈના માં બાપ ને કોઈના ભાઈ બહેન,
કોઈ ના બાળક ને તો કોઈના પતિ પત્ની.
હવે તો તું આ ભોગ લેવાનું બંધ કર,
હે કુદરત તું હવે તો બંધ કર.......
તારા આ પ્રકોપ ને હવે તો શાંત કર...

"વિરલ...રાહી"
૧૬/૦૩/૨૦૧૧


Mar 12, 2011

એ ખુદા.....




એ ખુદા તું દામ આપે તો તારો પણ ભાવ કરું,
જો મને રીસ્વત આપે તો તારું પણ નામ રટુ,
કોણ પૂજે છે આ દુનિયામાં અહી તારા પત્થરો ને,
મંદિર બનાવીને લોકો ખાલી ખિસ્સા પોતાના ભરે,
આ તો ગોર કળીયુગ ચાલે છે તને શું ખબર હોય,
દુનિયા ના રીવાજો ની પણ તને શું ખબર હોય,
રીવાજો પાછળ તો અહી રોજ રચાય છે દુનિયા,
પત્તાના મહેલની જેમ વેરાય ભરોસાની દુનિયા,
મારા છબક્લાવોની તને ક્યાંથી ખબર હોય,
તારા જોડે ઈન્ટરનેટ ની સુવિધા પણ ક્યાંથી હોય,
મોબાઈલનો ઉપયોગ તું થોડોય ના જાણે,
તો અહી આવી ને તું અધધધધ થઇ જવાનો,
પરિવાર જોડે બેસવાનો એને ટાઇમ નથી હોતો,
છોકરીની પાછળ ફરવાનો એ મોકો નથી છોડતો,
ફેસબુક અને ટવીટરમાં લોકો જો ને પડે છે,
ઓરકુટ ના બહાને લોકો ગણું કામ કરે છે,
બિચારા આ લોકો ની તને ક્યાંથી કદર હોય,
તું પણ આહી આવે તો તારી પણ કબર હોય...


"વિરલ... રાહી"
૧૨/૦૩/૨૦૧૧

Mar 11, 2011

છબકલું....૬

આ જમાનામાં તું કોઈનો ભરોસો ના કર,
જો હોય ભરોસો તારામાં તો કોઇથી ના ડર,
સુખ પછી દુખ 'ને દુખ પછી સુખ આવશે જીવનમાં, 
તારા અરમાનો ની તું હવે હોળી ના કર,
મોત પણ અહી થાપ દઈ જાય પળભરમાં,
ખુસીયોની જોળીમાં જીવન નાખીને મોત ને દુર કર,
તું તારા પર ભરોસો કર ને અરમાનો બધા પુરા કર,
હિંમતથી અડગ બની ને તું તારા મુકામ ને સર કર,
લોકો તો અહી રોજ બોલશે પણ તું એમ જ ના ડર,
હાથ માં કોઈ નો હાથ પકડી ને તું એકવાર પ્રેમ કર,
પણ આ જમાનામાં તું કોઈનો ભરોસો ના કર...

Mar 5, 2011

છબકલું...૫

તને પામવાની તમન્ના મેં રાખી છે,
ભૂલ હતી એ મારી કે મેં તને ચાહી છે,
તું તો મારા મિલન ની રાહ નથી જોતી,
કે આવો તમે કહી ને નથી કઈ કે'તી,
જામ મારા તે તો એમ જ ધોળાવી દીધા,
પીવા ના પ્યાલા તે તો તોડી દીધા,
હું તો તને રોજ રોજ એમ જ મળી લેતો,
તારી વાતોમાં હું એમ જ પડી જતો...
હવે તો કબર પણ મને કહે છે ઓ ભાઈ,
ભૂલ તારી પ્રીત અને આવ મારી સંઘ,
ભુલાવી દવું તને ભેદ પ્રીત અને રીત ના,
તે તો એક બેવફાની દુનિયા ને ચાહી છે..!!!

"વિરલ...રાહી"
૦૫/૦૩/૨૦૧૧ 

મહેફિલમાં અમ પણ હતા



બધાની નઝર તમ પર હતી, 'ને એ જ મહેફિલમાં અમ પણ હતા,
લોકો હતા 'ને માણસો પણ હતા, કોઈ કોઈ ના સગા પણ હતા,
આવતા હતા 'ને જતા પણ હતા, કોઈ રોકાઈને તાઝ રમતા પણ હતા,
મુલાકાત ઘડી બે ઘડીની હોય..!! પણ અહી તો આખી રાતના ધામા હતા,
બધાની નઝર તમ પર હતી, 'ને એ જ મહેફિલમાં અમ પણ હતા,
લોકો ના હાથમાં ઝામ હતા, 'ને માણસો અમથા ઉભા હતા,
હાથ માં કોઈ નો હાથ હતો, 'ને ઓળખાણ કોઈની કઈ પણ નોતી,
કોઈ દાવ પેચ નો માહિર હતો, 'ને કોઈ અમથું જ હારવા આવેલ હતો,
કોઈ જીવન ભૂલી ને આવેલ હતું, 'ને કોઈ ઘરને ભૂલી ને આવેલ હતું,
બધાની નઝર તમ પર હતી, 'ને એ જ મહેફિલમાં અમ પણ હતા,
તમારા આવા વર્તન થી અમે પણ મહેફિલમાં  ઝામ લીધા હતા,
થોડા પીધા હતા 'ને થોડા દીધા હતા, કસમ દઈ ને પણ બીતા હતા,
આખી રાત અમે પણ મહેફિલ ને સજાવવા ગાન દીધા હતા,
અમે રોય હતા, 'ને તમે જોયા હતા, મારા મનના નિસાસા જોયા હતા,
બધાની નઝર તમ પર હતી, 'ને એ જ મહેફિલમાં અમ પણ હતા,

"વિરલ...રાહી"
૦૫/૦૩/૨૦૧૧