મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Dec 27, 2012

સપનું

એક સપનું જોયું મેં, હાથ માં હોય હાથ તારો,
પછી ભલે ને આખો મલક મને કે કે તું નઠારો,
શબ્દની સાથ જીવતો 'ને શબ્દની સાથ મરતો ,
આ દુનિયા માં તારી યાદો કેરા સહારે હું જીવતો,
દરિયાનું પાણી બધાને ખારું કેમ લાગે જોને,
અશ્રુ ને પણ હું અહીં તો અમૃત સમજી રોજ પીતો,
પાનખરમાં પહાડ બનાવી સૌ કોઈ વાતો કરતા
આ હસતા ચહેરા આગળ બધા કેવી મજાક કરતા,
સપનામાં સપનું અને એમાય મારૂ એક સપનું,
તારી સાથે રહેવાનું એક નાનકડું સપનું છે મારું,
"રાહી" અહીં કોણ છે, પુરા કરશે જે આ સપનું,
હાથ માં હોય હાથ તારો, એવું જોયું મેં એક સપનું ...

-"વિરલ ... રાહી"
27/12/2012

Dec 4, 2012

માં ...


ખોટું બોલીયે અને પકડી પાડે એ જ મા,
સાચામાં સાથ દઈ હરખે એ જ મા,
રમત રમતમાં જોડકણાં શીખવે એ જ મા,
ભૂલ પડે ત્યાં પ્રેમથી ભૂલ સુધારે એ જ મા,
તોફાન મસ્તી કરતાં ઠપકારે એ જ મા,
રિસાઈ જાઈયે અને લાડથી મનાવે એ જ મા,
બીમાર પડતાં જ અડધી થઈ જાય એ જ મા,
ભૂખ લાગે 'ને અડધીરાતે રસોઈ બનાવે એ જ મા,
જીદગીમાં સુખ-દુઃખ આવ્યા જ કરે પણ,
દુઃખમાં સાથ દઈ ચિંતા દુર કરે એ જ મા,
ભગવાન સૌથી મોટો એ બધાને છે ખબર,
તોયે તકલીફ પડતાં જ એને લડે એ જ મા,
સ્કૂલમાં જઈ શિક્ષકોને પછે એ જ મા,
આડા-અવળું થતાં જ ખખડાવે એ જ મા,
જીવનના ચક્રવ્યુહમાં સાથ દે સદા એ જ મા,
રસ્તો ભૂલતાં કાન પકડી રસ્તો બતાવે મારી મા ...

-વિરલ ... "રાહી"

04/12/2012

Dec 1, 2012

.કોમ ... નો .. જમાનો ...



તું કોઈ ને એમ ના પૂછ કે તું કઈ કોમનો,
દોસ્ત આ જમાનો આવ્યો છે ડોટકોમનો,
તું ઝગડા છોડ ને બોલ તું કોના કામનો,
તું અને હું છીએ અહીં કરશું કોનો સામનો,
જીવનું ને મરવું જોને એના હાથ રીમોટ,
અલ્લાહ બોલ  ત્યાં જ નાદ હરી ઓમ નો,
બધાને એકમેક માં ભળવાનું  જમાનો ડોટ કોમનો,
મંદિર મસ્જિત ની પણ હોય છે જોને વેબ સાઈટ,
સાથે રેહતા નથી તોયે જમાનો ઓરકુટનો,
રવિ સોમ શું કરો છો, જમાનો આખા વિકનો,
જોને ભાઈ આ તો છે જમાનો ડોટ કોમનો,
મને નથી ખબર કે ક્યાં મળે રોટલો,
મને ખબર ક્યાં છે અલખધણીનો ઓટલો,
જોને આ જમાનો આવ્યો છે ડોટ કોમનો,
ફેસબુકના સ્ટેટસમાં લખવાનું હું એકલો,
જોને ભાઈ આ આવ્યો જમાનો ડોટકોમનો
.
- વિરલ .. "રાહી"
  01/12/2012

છબકલું ... 7

અમે ધાર્યું નહોતું એવું કૈક તમે કરી દીધું,
અજાણી આંખડીએ ચોટ દઈ ભારે કરી દીધું,
કોઈનાથી અમે કોઈ વાત શું પ્યારી કરી લીધી...!!!
જવાનીમાં તમે તો મરણની તૈયારી કરી ....


- વિરલ .. "રાહી"01/12/2012