મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Feb 2, 2011

એક જીદગી ની આજે, શરૂઆત થાય છે

એક જીદગી ની આજે, શરૂઆત થાય છે,
મિત્રો મળે છે કેવા, એવી વાત થાય છે,
જો હોય તમે રાજી, તો કહી દો મને,
દોસ્ત કેરા દિલ ના, અહી ભાવ થાય છે,
મારું મન કહે છે મને, કેમ રડો છો?
મન માં જ લાખો, સવાલ થાય છે,
હાસ્ય કેરો પડદો, હું રોજ ઓઢું છું,
આંશુ થી એ તો, ભીંજાઈ જાય છે,
વાદળ ગરજે છે અહી, રોજ મારી ઉપર,
પણ પત્થર નો અહી તો, વરસાદ થાય છે,
માફી તો મને આપો, હવે રાત જાય છે,
હવે જીદગી નો ખેલ, હારી જવાય છે,
એક જીંદગી ની આજે, શરૂઆત થાય છે,
મિત્રો મળે છે કેવા એવી વાત થાય છે........

૨૯/૦૧/૨૦૧૧
"વિરલ... રાહી"