મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Jun 27, 2011

કોઈ વાત ના હું જાણું....

ક્યાં સુધી તું સાથ આપે, એ વાત ના હું જાણું,
તારા ભરોસે આવું, એ વાત બસ હું જાણું,
દુનિયા તો છે પાગલ,, એ વાત ના હું જાણું,
ગીતોની દુનિયામાં, ના સુર કોઈ હું જાણું,
સંગીત શું હોય, એના તાલ કોઈ ના જાણું.
માત્ર તારા મનની, એક વાત નાની જાણું,
ક્યાં સુધી તું સાથ આપે, એ વાત ના હું જાણું,
ચિત્કાર વરસે આભ, વરસાદને નાં જાણું,
રીવાજો પણ હોય શું, કોઈ રીત ના હું જાણું,
મારી જો ભૂલ થાય, તો તારો જ વાંક હું જાણું,
તારા જ કરિશ્માને, હું નામ મારું આપું,
તારી જ દેન છે આ, તોયે નામ ના તારું આપું,
ક્યાં સુધી તું સાથ આપે, એ વાત ના હું જાણું,
રંગીન બનાવી દુનિયા, લોકોને કેમ બનાવ્યા,
અગરજો બનાવ્યા તો, સ્વાર્થી જ કેમ રાખ્યા,
ઇચ્છાઓના પોટલે તે, અધૂરા કેમ રાખ્યા,
માનવતાના શબ્દો, ખાલી શબ્દ પૂરતા રાખ્યા,
ભેદભાવ એના મનમાં, તે કેમ કરી રાખ્યા,
ભૂલાવ બધું સગળું, જટ દઈ ઓ મારા નાથ,
ક્યાં સુધી તું સાથ આપે, એ વાત ના હું જાણું,
તારા ભરોસે કેમકરી, દુનિયા ને હું જીરવું,
ક્યાં સુધી તું સાથ આપે, એ વાત ના હું જાણું...
 
"વિરલ... રાહી"
૨૭/૦૬/૨૦૧૧

Jun 23, 2011

મારા જીવન માં કેમ થાય છે...

ઘણું બધું મારા જીવન માં કેમ થાય છે,

ઈચ્છતો નથી હું તો પણ મને પ્રેમ થાય છે,
મારું મન કરે છે તને ઘણોબધો પ્રેમ,
મારી વાત માન ગોરી 'ને કરીલે મને પ્રેમ,
તારી હારે રહેવું મને ખુબ ગમે છે,
તારી વાતો કરવી મને રોજ ગમે છે,
માનતા હું માનું તને પામવાને ગોરી,
ઉપરવાળાના મનમાં પણ તું કેમ રમે છે,
રોજ રોજ આમ ગોરી દુર હાલ્યા ના જાવો,
એકવાર મારી કને આવી મને તો બોલાવો,
પ્રેમ મારો સ્વીકાર ગોરી, એકવાર તો કહી દે,
તું મારી હારે આવ અને દુનિયાને પણ કહી દે,
તું રાતે મારા સપનાવોમાં કેમ આવે છે,
મારી નીંદર ઉડાવી કેમ હાલી જાય છે,
તું કહે તો તને ઘરમાંથી ઉપાડી જવું,
તું કહે તો તારા બાપ ને પણ સમજાવું,
ઈચ્છતો નથી હું તો પણ મને પ્રેમ થાય છે,
આવું બધું મારી હારે કેમ થાય છે,..???


"વિરલ...રાહી"
૨૩/૦૬/૨૦૧૧

Jun 16, 2011

હું તને ચાહું...

હું તને ચાહું અને તું મને ચાહે નહિ,
આટલીઅમથી વાતમાં મારાથી તને ભૂલાય નહિ,
કરી લે તું પ્રેમ થોડો આ ભીના વરસાદમાં,
આંખોમાં અશ્રુ હોય જો તું હોય મારી બાહોમાં,
ના કડી કહું તને, ના કર તું જીદ હવે,
સ્વર્ગ સમી દુનિયામાં, તું ના કર દુર મને,
મસ્ત વેણ મારા તને, તું જ મારી નાર છો,
મારી આ દુનિયામાં, તું જ મારા પ્રાણ છો,
કેવી રીતે શક્ય બને, દુનિયાના દસ્તુર બને,
મારી કોઈ વાતમાં જ કદી તારા ના સુર મળે,
હું તને ચાહું અને તું મને ચાહે નહિ,
આટલી વાતમાં જ મારાથી તને ભૂલાય નહિ...


"વિરલ...રાહી"
૧૬/૦૬/૨૦૧૧

Jun 8, 2011

તને ક્યાં હું શોધું...

આખું જગત ફરું પણ, પ્રભુ તને ક્યાં હું શોધું,

કૈલાસ જાવું કે કાશી, પ્રભુ તને ક્યાં હું શોધું,
મંદિર મંદિર રોજ ફરું, પ્રભુ તને ક્યાં હું શોધું,
ભક્તિ કરું કે ભજન, પ્રભુ તને ક્યાં હું શોધું,
પ્રસાદ ધરું કે પાન, પ્રભુ તને ક્યાં હું શોધું,
દ્વારિકા, મથુરા, ગોકુલ, બધે જ હું તને શોધું,
આ કળિયુગમાં હું આમતેમ તને જ હું શોધું,
નદી કે સાગર ક્યાં હશે, તું તો ક્યાંક તો હશે,
આશાઓ મનમાં રાખી, પ્રભુ તને ક્યાં હું શોધું,
જંગલ જંગલ ફરું, પણ પ્રભુ તને ક્યાં હું શોધું,
આજના માનવીના દિલમાં, તને ક્યાં હું શોધું,
પોતાના માટે નથી જે, એના મનના તને શોધું.!!
પૈસાની પાછળ ભાગતો જ હું, હવે તને ક્યાં શોધું,
રાત 'દી નથી થયો કોઈનો, તો હવે તને કેમ શોધું,
ઘર સંસાર શું છે.??? તોયે આ માળામાં હું રડું,
ના મળે કોઈની આડ મને, તું કહે પ્રભુ હું શું શોધું,
સુખ પાછળ હુયે દોડતો હતો, દુખ ને હું ક્યાં મુકું,
હે પ્રભુ, હવે તું જ મને કહે,
આજના માનવના દિલમાં, પ્રભુ તને ક્યાં હું શોધું...


"વિરલ...રાહી"
૦૮/૦૬/૨૦૧૧

Jun 7, 2011

અમે ખુશ છીએ...


મળ્યા છો જ્યારથી તમે તો અમે ખુશ છીએ,

સાથી જો બનો જીવનના તો અમે ખુશ છીએ,
સમય ક્યાં જાય છે તમ સાથે એ નથી ખબર,
દિન-રાત મારી નથી પસાર થતી તમ વગર,
યાદ કેમ આવો છો, 'ને આમજ સતાવો પણ છો,
ખુશીના આંશુ આંખોમાં આવે 'ને તમે હસાવો છો,
કોનો હું આભાર માનું, કે તમે અમને મળ્યા છો,
હા, ખુશનસીબ હોઈશ હું, કે તમે જીવનમાં મારા છો,
પ્રેમ થકી હું તમને મારા જીવનની ખુશીયો આપીશ,
પ્રભુને હું પ્રાર્થના કરી 'ને હર જનમ તમને માગીશ.
એક વાત મારા મનની તમને કહું છું આટલું માનજો,
મને તમારા દિલમાં ક્યાંક થોડીક તો જગા આપજો,
આ જનમ તમે મને મળ્યા, હું આભાર કોનો માનું,
જન્મોજનમ તમેન મને જ મળો એવું વરદાન ક્યાંથી માંગું,
તમે મળ્યા છો એની ખુશી મારા દિલમાં રહેશે હરદમ,
મળ્યા છો તમે અમને એ વાત થી અમ ખુશ છીએ...



"વિરલ...રાહી"
૦૭/૦૬/૨૦૧૧