મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Feb 25, 2011

બાળપણ




દોડ દોડ કરવાનું 'ને કૂદાકૂદકરવાનું,
કોઈની સાથે અમથું જગડી પડવાનું,
મોડા ઉઠવાનું 'ને સ્કૂલે ભાગવાનું,
રીસેસ પડે ત્યારે ભાગી જવાનું,
આંબા ઉપરથી મીઠી કેરી ચોરવાની,
'ને ચોકીદારને અમથું જ હેરાન કરવાનું,
તળાવમાં જઈને તરવાનું શીખીએને
ઘરે જઈ પાપાની માર ખાવાનું,
મમ્મીના વ્હાલ 'ને પાપાની માર સાથે,
દાદાની લાકડી લઇ એમ જ દોડવાનું,
મંદિરે જવાનું 'ને ઘંટ વગાડવો 'ને,
પ્રસાદ મળે પછી દોડતા ઘરે આવવાનું,
મેળામાં જવાનો કજીયો કરવાનો 'ને,
ગુલ્ફી અને કેન્ડી લઇ એમ જ ફરવાનું,
કોલર ઉભા કરી મેળામાં ફરવાનું 'ને,
ચગડોળમાં બેસીને ચિચિયારી કરવાની,
હરવાનું ફરવાનું 'ને કુદાકુદ કરવાનું,
પાપાની મારથી રોજ રોજ બચવાનું,
પરીક્ષા ટાણે મેહનત કરવાની 'ને,
રાત પડે ત્યારે ઊંઘી જવાનું,
પરીક્ષા હોલમાં કાપલી કરવાની 'ને,
પકડાઈ જવાય તો થોડું રોઈ લેવાનું,
મેડમને ભોળાભાવે પટાવી લેવાનું,
રિજલ્ટ આવે તો નૈ લેવા જવાનું,
'ને પાપા ના દર થી રડી પડવાનું,
વેકેસન માં મામાના ઘરે જવાનું,
'ને સ્કૂલ ખુલે ત્યારે પાછા આવવાનું,
પાછું એ જ ભણવાનું ને પાછું એ જ કુદવાનું,
બાળપણની એ જ મસ્ત મસ્તી કરવાની,
મન થાય ત્યારે કજીયો કરવાનો 'ને,
મેદાનમાં જઈને મેચ રમવાનું,
દાવ લેવાની ઉતાવળ કરી ને પછી,
ફિલ્ડીંગ આવે ત્યારે ભાગી જવાનું,
આ જ મારું બાળપણ ને આ જ મારું જીવન,
હવે ક્યાં કુદાકુદ કરવાનું ને ક્યાં ફરવાનું,
લોકો ની શરમે હવે સીધા રહેવાનું,
મન થાય તોય હવે શું કરવાનું..?


"વિરલ...રાહી"

૨૫/૦૨/૨૦૧૧