મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Jul 10, 2013

શરૂઆત હું કરું કે પછી તું..


વરસાદમાં તું મને ભીંજવે કે હું તને, શરૂઆત હું કરું કે પછી તું...
ઝરમર વરસાદની આ બુંદો મને ગમતી, શરૂઆત હું કરું કે પછી તું...
આપણી વચ્ચેના બંદ દરવાજા તો ખોલ, શરૂઆત હું કરું કે પછી તું...
સાથી બની આવ જીંદગીમાં મારી આજ તું, શરૂઆત હું કરું કે પછી તું...
વાત અમથી ના કર હવે કોઈ મુને, શરૂઆત હું કરું કે પછી તું...
પ્રેમ કેરી દોરીથી આજ મુને બાંધ તું, શરૂઆત હું કરું કે પછી તું...
વરસાદમાં તું મને ભીંજવે કે હું તને, શરૂઆત હું કરું કે પછી તું...
આ ઝીણા વરસાદની, એક એક બુંદ મુને,
કહેતી કે સંગ મારી તું ઝૂમ,પછી શરૂઆત હું કરું કે પછી તું...
પ્રેમનો પુજારી હું, પ્રેમનો દુલારો હું, તરસ્યો હું તારી સંગ,
બોલ આજ હવે શરૂઆત હું કરું કે પછી તું...
વરસાદમાં તું મને ભીંજવે કે હું તને, શરૂઆત હું કરું કે પછી તું...
- વિરલ ગજ્જર...
10/07/2013