મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Apr 21, 2011

અહી થઇ છે પ્રીત

આ દુનિયામાં કોની થઇ છે જીત, મારી અને તારી અહી થઇ છે પ્રીત,


રામ અને સીતા ક્યાં મળ્યા 'તા, જીવતા જીવ એ તો સતી બન્યા 'તા,

રાધા અને શ્યામ એકમેક થયા 'તા, પણ એ તો ક્યાં સંગાથ રહ્યા 'તા,

મીરાં પણ બાવરી થઇ તો હતી..!! ભક્તિમાં જ એ તો કાનાની થઇ 'તી,

એક આગળ 'ને બીજો પાછળ છે, દોડા દોડા અમથી જ રોજ રોજ હોય છે,,

કોઈ દોડે અમથું જ પૈસા પાછળ 'ને, કોઈ જુવાનીના આંબળ ચડાવે છે,

લાલચ જીવનમાં ઘર કરી જાય છે, આપણે જ પ્લોટ ખાલી ભેટ ધર્યો છે,

ભક્તિ કે શક્તિ નથી મારા મનમાં કેમ, નામ પ્રભુનું ક્યાં કોઈ 'દી રટ્યુ છે.?

રોજ શતરંજ એમ કેમ લોકો રમે છે, શતરંજની બાજી માં પોતે જ રડે છે,

માફી નથી મળતી મને આ જ દુનિયામાં, હિસાબ હજુ કેટલા બાકી નડે છે,

મનમાં જ મારા તુફાન ઉભું થાય છે, આંધી કેમ કરી શાંત બની વાય છે,

રણ જેવા કોરા આ મારા જીવનમાં, પ્રેમ ની આંધી તું કેમ કરી લાવી છો.?

મતલબી લોકો આહી એમ જ ભીટકાય છે, મારા જીવનમાં પથ્હાર ફેંકાય છે,

રામ, શ્યામ, રાધા, સીતા ક્યાં હવે થાય છે, મીરાંના નામે અહી કોણ પૂજાય છે?

દુનિયા અમથી જ ક્યાં ઉપકાર કરે છે, એમ જ હારવામાં લોકો કેમ નડે છે...??

મારી અને તારી અહી થઇ છે પ્રીત, જોને જીવનમાં મારા કેવી રહી છે રીત..





"વિરલ...રાહી"

૨૧/૦૪/૨૦૧૧