મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Apr 7, 2011

તમારી હથેળીમાં કોઈ જવાબ નૈ મળે

તમારી હથેળીમાં કોઈ જવાબ નૈ મળે, કિસ્મતના સિતારાઓના હિસાબ નૈ મળે,

દુનિયાની રોનક કૈક ઓર જ હોય છે, આ વાતમાં જ કંઈ મારો જવાબ નૈ મળે,

વરસતા વરસાદની અને ગર્જનાવોની, આ ખાબોચિયામાં કંઈ ધાર નૈ મળે,

ભીના ભીના ઉડતા પારેવાની નાની અમથી, ઉડતી ડગરીયો શોધે પણ નૈ મળે,

ક્યાં વાત ક્યાં રાત ક્યાં ભાત ક્યાં જાત, આ બધાનું તો અમથું જ કઈ કામ નૈ રહે,

તમારી અને મારી વચ્ચે ક્યાં છે દુશ્મની? આમ જ દુનિયાના કોઈ દસ્તુર નૈ મળે,

વાત અમથી જ કરી હું કંઈ જતો નથી, આ બધું જીવન માં કોઈ વાર નૈ મળે,

એક વાર પ્રેમ અને બીજી વાર વહેમ, આ શું છે તને કોઈ સાથી ક્યાં મળે...???

મારી હથેળી તો ખાલી જ હોય છે, બાકી હું જ મારું ને હું જ તારું છું જાત મારી,

તમારી હથેળીમાં કોઈ જવાબ નૈ મળે, કિસ્મતના સિતારાઓના હિસાબ નૈ મળે,

જીવનના દરેક મોડ પર ખાલી ઉભો છું, અહીતો અમસ્તી કોઈ વાટ ક્યાંથી મળે...???

મારા જીવનમાં ખાલીપણાનો કોઈ ભાસ નથી, પણ, તમારી હથેળીમાં કોઈ જવાબ નૈ મળે...!!!