મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Dec 4, 2012

માં ...


ખોટું બોલીયે અને પકડી પાડે એ જ મા,
સાચામાં સાથ દઈ હરખે એ જ મા,
રમત રમતમાં જોડકણાં શીખવે એ જ મા,
ભૂલ પડે ત્યાં પ્રેમથી ભૂલ સુધારે એ જ મા,
તોફાન મસ્તી કરતાં ઠપકારે એ જ મા,
રિસાઈ જાઈયે અને લાડથી મનાવે એ જ મા,
બીમાર પડતાં જ અડધી થઈ જાય એ જ મા,
ભૂખ લાગે 'ને અડધીરાતે રસોઈ બનાવે એ જ મા,
જીદગીમાં સુખ-દુઃખ આવ્યા જ કરે પણ,
દુઃખમાં સાથ દઈ ચિંતા દુર કરે એ જ મા,
ભગવાન સૌથી મોટો એ બધાને છે ખબર,
તોયે તકલીફ પડતાં જ એને લડે એ જ મા,
સ્કૂલમાં જઈ શિક્ષકોને પછે એ જ મા,
આડા-અવળું થતાં જ ખખડાવે એ જ મા,
જીવનના ચક્રવ્યુહમાં સાથ દે સદા એ જ મા,
રસ્તો ભૂલતાં કાન પકડી રસ્તો બતાવે મારી મા ...

-વિરલ ... "રાહી"

04/12/2012