મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Dec 1, 2012

.કોમ ... નો .. જમાનો ...



તું કોઈ ને એમ ના પૂછ કે તું કઈ કોમનો,
દોસ્ત આ જમાનો આવ્યો છે ડોટકોમનો,
તું ઝગડા છોડ ને બોલ તું કોના કામનો,
તું અને હું છીએ અહીં કરશું કોનો સામનો,
જીવનું ને મરવું જોને એના હાથ રીમોટ,
અલ્લાહ બોલ  ત્યાં જ નાદ હરી ઓમ નો,
બધાને એકમેક માં ભળવાનું  જમાનો ડોટ કોમનો,
મંદિર મસ્જિત ની પણ હોય છે જોને વેબ સાઈટ,
સાથે રેહતા નથી તોયે જમાનો ઓરકુટનો,
રવિ સોમ શું કરો છો, જમાનો આખા વિકનો,
જોને ભાઈ આ તો છે જમાનો ડોટ કોમનો,
મને નથી ખબર કે ક્યાં મળે રોટલો,
મને ખબર ક્યાં છે અલખધણીનો ઓટલો,
જોને આ જમાનો આવ્યો છે ડોટ કોમનો,
ફેસબુકના સ્ટેટસમાં લખવાનું હું એકલો,
જોને ભાઈ આ આવ્યો જમાનો ડોટકોમનો
.
- વિરલ .. "રાહી"
  01/12/2012