મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Mar 18, 2011

એજ રાતે હું રોયો તો ઘણો...

એજ રાતે હું રોયો તો ઘણો, વરસાદ પણ કંઈક પડ્યો તો ઘણો,
એના જ પ્રેમમાં હું હતો, અને બેવફાઈમાં હું જ રડ્યો તો ઘણો,
છોડી મને એ જતા તો રહ્યા, મારા જ સપનામાં હું નડ્યો તો ઘણો,
સંગ મારી સદાય હતું મન, યાદોનો દરિયો પણ પડ્યો તો ઘણો,
ઉછળેલા આ મોઝાની વચ્ચે, જીંદગીમાં હું જ રહ્યો તો ઘણો,
મધ દરિયે મારી નાવ અહિયાં, કોઈકે તો ડુબાડી લાગે છે,
સાથ દઈશ હું જીવન ભર તારો, વચન તોડી એ ગયા જુવોને,
એજ રાતે હું રોયો તો ઘણો, વરસાદ પણ કંઈક પડ્યો તો ઘણો,
સમજાતું નથી મને કે આ મતલબી દુનિયાનો દસ્તુર શું છે..??
બસ ખાલી માણસોના મન રોજ રોજ મળે છે બહુ ખાલી,
દુનિયાના ચકરાવોમાં લોકો અમથા જ રહી જાય છે,
મને યાદ છે બસ એટલું  જ કે હું એ જ રાતે રોયો તો ઘણો,
એના જ પ્રેમમાં હું હતો, અને બેવફાઈમાં હું જ રડ્યો તો ઘણો,


"વિરલ...રાહી"
૧૮/૦૩/૨૦૧૧