મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

May 18, 2011

બંદ વ્યથા...

બંદ બારણે શું થશે?? તું કહે 'તો કોની જીત થશે??
મહેલો પણ અહી વિખરાય છે, તાજના પત્તાની જેમ,
નથી શરૂઆત કોઈએ કરી, વિચારો પણ ડોળાયા જેમ,
અધુરી લાગણી 'ને અધૂરા શબ્દો, રસ્તે રજળે છે જેમ,
પ્રીત નથી 'ને હેત પણ નથી, મળેલા સંબધો તૂટે છે જેમ,
રજૂઆત હું કોને કરું..?? ઉપરવાળો બધું કરે છે કેમ.??
બંધ બારણે શું થશે?? કદી કલ્પના પણ રડી છે એમ,
સિતારા પણ અમથા ટમટમે છે, ચાંદ પણ રડે છે જેમ,
આભમાંથી શું પડે છે, અંગારની અલગારી મળે છે જેમ,
કરેલી વાતો મેં પણ હતી, તમે મલસો કોઈક દી' જેમ,
પ્રેમ કરીને હું જ રડ્યો, વરસાદ વરસે છે એકંદર જેમ,
મારી ભીતર જીવાડ્યા કોઈને, સાચવીને મેં રાખ્યા જેમ,
બંદ બારણે સવાલ છે મારો ?? રાહી હવે રૂંધાયો કેમ...??


"વિરલ...રાહી"
૧૮/૦૫/૨૦૧૧