મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

May 17, 2011

ક્યાં મળે...!!!

જોને ખુદાને પણ ફુરસદ ક્યાં મળે, આ જીવનમાં હવે સમય ક્યાં મળે,


વિચારોના દરિયામાં જોને શું મળે, મારી અને તારી વાત ક્યાં મળે,

મસ્ત હતું જીવન મારા એજ ભંવરમાં, જોને હવે કોઈના હાલ ક્યાં મળે,

મોઝાઓની પરવા કોને હોય છે, પરવાના વિનાના માનવી ને શું મળે,

કિનારે બેસનારને કડી નાવ નાં જ મળે, જોને તારો હવે સાથ ક્યાંથી મળે,

હાલમાં જ બેહાલ થઇ લોકો રડે, આ હિસાબોના અધૂરા તાળા ક્યાં મળે,

બંધ બારણે હંધુય થાય છે, પણ મારા ખુદના આ અનુભવો કોને મળે,

વાત અમથી કઈ પતતિ નથી મારી, આ તો ભીતરની રજૂઆત થોડી મળે,

બાકી રહેલા સપના ની સાથે, મારી નીંદરનો સાથ હવે ક્યાંથી મળે,

નીસાની મારી હું કદી ના છોડી જતો, પણ તમારા ઈશારાઓ જોને મળે,

હું જ બધું ભૂલી કેમ જાતો, તારા વિરહમાં જ મારું દિલ પણ રડે,

અમથું આ દુનિયામાં કઈ જીવતું નથી, જો સાથ તારો કદી ના મળે,

બસ ભૂલી ગયો હું જ મારી જાતને, બસ તારા ચાહેરા સાચા કે દી' પડે..



"વિરલ..રાહી"

૧૭/૦૫/૨૦૧૧