મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Jun 27, 2011

કોઈ વાત ના હું જાણું....

ક્યાં સુધી તું સાથ આપે, એ વાત ના હું જાણું,
તારા ભરોસે આવું, એ વાત બસ હું જાણું,
દુનિયા તો છે પાગલ,, એ વાત ના હું જાણું,
ગીતોની દુનિયામાં, ના સુર કોઈ હું જાણું,
સંગીત શું હોય, એના તાલ કોઈ ના જાણું.
માત્ર તારા મનની, એક વાત નાની જાણું,
ક્યાં સુધી તું સાથ આપે, એ વાત ના હું જાણું,
ચિત્કાર વરસે આભ, વરસાદને નાં જાણું,
રીવાજો પણ હોય શું, કોઈ રીત ના હું જાણું,
મારી જો ભૂલ થાય, તો તારો જ વાંક હું જાણું,
તારા જ કરિશ્માને, હું નામ મારું આપું,
તારી જ દેન છે આ, તોયે નામ ના તારું આપું,
ક્યાં સુધી તું સાથ આપે, એ વાત ના હું જાણું,
રંગીન બનાવી દુનિયા, લોકોને કેમ બનાવ્યા,
અગરજો બનાવ્યા તો, સ્વાર્થી જ કેમ રાખ્યા,
ઇચ્છાઓના પોટલે તે, અધૂરા કેમ રાખ્યા,
માનવતાના શબ્દો, ખાલી શબ્દ પૂરતા રાખ્યા,
ભેદભાવ એના મનમાં, તે કેમ કરી રાખ્યા,
ભૂલાવ બધું સગળું, જટ દઈ ઓ મારા નાથ,
ક્યાં સુધી તું સાથ આપે, એ વાત ના હું જાણું,
તારા ભરોસે કેમકરી, દુનિયા ને હું જીરવું,
ક્યાં સુધી તું સાથ આપે, એ વાત ના હું જાણું...
 
"વિરલ... રાહી"
૨૭/૦૬/૨૦૧૧