મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Jun 8, 2011

તને ક્યાં હું શોધું...

આખું જગત ફરું પણ, પ્રભુ તને ક્યાં હું શોધું,

કૈલાસ જાવું કે કાશી, પ્રભુ તને ક્યાં હું શોધું,
મંદિર મંદિર રોજ ફરું, પ્રભુ તને ક્યાં હું શોધું,
ભક્તિ કરું કે ભજન, પ્રભુ તને ક્યાં હું શોધું,
પ્રસાદ ધરું કે પાન, પ્રભુ તને ક્યાં હું શોધું,
દ્વારિકા, મથુરા, ગોકુલ, બધે જ હું તને શોધું,
આ કળિયુગમાં હું આમતેમ તને જ હું શોધું,
નદી કે સાગર ક્યાં હશે, તું તો ક્યાંક તો હશે,
આશાઓ મનમાં રાખી, પ્રભુ તને ક્યાં હું શોધું,
જંગલ જંગલ ફરું, પણ પ્રભુ તને ક્યાં હું શોધું,
આજના માનવીના દિલમાં, તને ક્યાં હું શોધું,
પોતાના માટે નથી જે, એના મનના તને શોધું.!!
પૈસાની પાછળ ભાગતો જ હું, હવે તને ક્યાં શોધું,
રાત 'દી નથી થયો કોઈનો, તો હવે તને કેમ શોધું,
ઘર સંસાર શું છે.??? તોયે આ માળામાં હું રડું,
ના મળે કોઈની આડ મને, તું કહે પ્રભુ હું શું શોધું,
સુખ પાછળ હુયે દોડતો હતો, દુખ ને હું ક્યાં મુકું,
હે પ્રભુ, હવે તું જ મને કહે,
આજના માનવના દિલમાં, પ્રભુ તને ક્યાં હું શોધું...


"વિરલ...રાહી"
૦૮/૦૬/૨૦૧૧