મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Mar 16, 2011

એક વંદના પ્રભુ તને...



હે કુદરત તું હવે તો બંધ કર,
તારા આ પ્રકોપ ને હવે તો શાંત કર,
એક પછી એક તાંડવ સર્જાય છે,
ભૂકંપ પછી સુનામી ક્યાંક ને ક્યાંક થાય છે,
હે કુદરત તું હવે તો બંધ કર....
સુતેલાને તું સુવા નાથી દેતી,
'ને જાગેલા ને જપવા નથી દેતી,
વાવાજોડા નું નામ કંઈક અલગ હોય,
પણ એની અસર તો બહુ થઇ હોય,
હે કુદરત તું હવે તો બંધ કર....
ભારત પછી, ચીન અને ચીન પછી જાપાન
આવા તો ઘણા ઘણા દેશ હશે તું જાણ,
કેટ કેટલ ના તું જીવ હવે લઈશ,
કોઈના માં બાપ ને કોઈના ભાઈ બહેન,
કોઈ ના બાળક ને તો કોઈના પતિ પત્ની.
હવે તો તું આ ભોગ લેવાનું બંધ કર,
હે કુદરત તું હવે તો બંધ કર.......
તારા આ પ્રકોપ ને હવે તો શાંત કર...

"વિરલ...રાહી"
૧૬/૦૩/૨૦૧૧