મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Mar 11, 2011

છબકલું....૬

આ જમાનામાં તું કોઈનો ભરોસો ના કર,
જો હોય ભરોસો તારામાં તો કોઇથી ના ડર,
સુખ પછી દુખ 'ને દુખ પછી સુખ આવશે જીવનમાં, 
તારા અરમાનો ની તું હવે હોળી ના કર,
મોત પણ અહી થાપ દઈ જાય પળભરમાં,
ખુસીયોની જોળીમાં જીવન નાખીને મોત ને દુર કર,
તું તારા પર ભરોસો કર ને અરમાનો બધા પુરા કર,
હિંમતથી અડગ બની ને તું તારા મુકામ ને સર કર,
લોકો તો અહી રોજ બોલશે પણ તું એમ જ ના ડર,
હાથ માં કોઈ નો હાથ પકડી ને તું એકવાર પ્રેમ કર,
પણ આ જમાનામાં તું કોઈનો ભરોસો ના કર...