મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Mar 5, 2011

મહેફિલમાં અમ પણ હતા



બધાની નઝર તમ પર હતી, 'ને એ જ મહેફિલમાં અમ પણ હતા,
લોકો હતા 'ને માણસો પણ હતા, કોઈ કોઈ ના સગા પણ હતા,
આવતા હતા 'ને જતા પણ હતા, કોઈ રોકાઈને તાઝ રમતા પણ હતા,
મુલાકાત ઘડી બે ઘડીની હોય..!! પણ અહી તો આખી રાતના ધામા હતા,
બધાની નઝર તમ પર હતી, 'ને એ જ મહેફિલમાં અમ પણ હતા,
લોકો ના હાથમાં ઝામ હતા, 'ને માણસો અમથા ઉભા હતા,
હાથ માં કોઈ નો હાથ હતો, 'ને ઓળખાણ કોઈની કઈ પણ નોતી,
કોઈ દાવ પેચ નો માહિર હતો, 'ને કોઈ અમથું જ હારવા આવેલ હતો,
કોઈ જીવન ભૂલી ને આવેલ હતું, 'ને કોઈ ઘરને ભૂલી ને આવેલ હતું,
બધાની નઝર તમ પર હતી, 'ને એ જ મહેફિલમાં અમ પણ હતા,
તમારા આવા વર્તન થી અમે પણ મહેફિલમાં  ઝામ લીધા હતા,
થોડા પીધા હતા 'ને થોડા દીધા હતા, કસમ દઈ ને પણ બીતા હતા,
આખી રાત અમે પણ મહેફિલ ને સજાવવા ગાન દીધા હતા,
અમે રોય હતા, 'ને તમે જોયા હતા, મારા મનના નિસાસા જોયા હતા,
બધાની નઝર તમ પર હતી, 'ને એ જ મહેફિલમાં અમ પણ હતા,

"વિરલ...રાહી"
૦૫/૦૩/૨૦૧૧