મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Mar 12, 2011

એ ખુદા.....




એ ખુદા તું દામ આપે તો તારો પણ ભાવ કરું,
જો મને રીસ્વત આપે તો તારું પણ નામ રટુ,
કોણ પૂજે છે આ દુનિયામાં અહી તારા પત્થરો ને,
મંદિર બનાવીને લોકો ખાલી ખિસ્સા પોતાના ભરે,
આ તો ગોર કળીયુગ ચાલે છે તને શું ખબર હોય,
દુનિયા ના રીવાજો ની પણ તને શું ખબર હોય,
રીવાજો પાછળ તો અહી રોજ રચાય છે દુનિયા,
પત્તાના મહેલની જેમ વેરાય ભરોસાની દુનિયા,
મારા છબક્લાવોની તને ક્યાંથી ખબર હોય,
તારા જોડે ઈન્ટરનેટ ની સુવિધા પણ ક્યાંથી હોય,
મોબાઈલનો ઉપયોગ તું થોડોય ના જાણે,
તો અહી આવી ને તું અધધધધ થઇ જવાનો,
પરિવાર જોડે બેસવાનો એને ટાઇમ નથી હોતો,
છોકરીની પાછળ ફરવાનો એ મોકો નથી છોડતો,
ફેસબુક અને ટવીટરમાં લોકો જો ને પડે છે,
ઓરકુટ ના બહાને લોકો ગણું કામ કરે છે,
બિચારા આ લોકો ની તને ક્યાંથી કદર હોય,
તું પણ આહી આવે તો તારી પણ કબર હોય...


"વિરલ... રાહી"
૧૨/૦૩/૨૦૧૧