મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Feb 24, 2011

જીવનનું કંઈક

ના હતું મારું કંઈ 'ને ના હતું તારું કંઈ,
અમથા જ લડો છો રોજીંદા જીવનમાં,
ના હતું એનું કંઈ 'ને ના હતું પેલાનું કંઈ,
વાત નથી ખાનગી 'ને તોયે બબડાટ કરે છે,
જીવનના ચક્રમાં વક્ર થઇ ખદબદે છે,
જોઈ લે દુનિયા તો અમસ્તી જ દોડે છે,
ભાગમભાગ કરીને પણ લોકો જ રડે છે.
છતાં પગે ચાલવાનું ટાળીને ફરે છે,
રૂપિયાના રૂપમાં જ પોતે બળે છે,
કોઈના જીવન માં આવી ને પડે છે,
અમથું જ લડી ને એ તો પોતે જ સડે છે,
પડે છે, રડે છે, દોડે છે, બળે છે,
આ બધા વચ્ચે "રાહી" મરે છે...


"વિરલ... રાહી"
૨૫/૦૨/૨૦૧૧