મારા વિશે... મારી નજરે...

હું વિરલ, મહેસાણા જીલ્લાથી વીસેક કીલોમીટર દુર આવેલા એક નાનકડા ગામનો રહેવાશી. પહેલેથી જ નવું નવું લખવાનો શોખ અને કંઈક નવું કરવાનો શોખ . હું આપની સમક્ષ મારા વિચારો અને મારી રચનાઓ રજુ કરી શકું એ માટેના આ એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ રજુ કરું છું.

આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં લખી ને મોક્લાવશો. જેથી કરી હું કંઈક સારું અર્પણ કરું શકું.

બસ એ જ...

આપનો... વિરલ..."રાહી"

Feb 3, 2011

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું
કોણ માની શકે જલ,કમલમાં હતું !
શું હતું ક્યાં ગયું પ્રશ્ન એ ક્યાં હતો ?
જે હતું તે બધું દરઅસલમાં હતું !
સ્હેજ પણ ક્યાં નહીંતર અપૂરતું હતું
...તોય કેવી અકળ ગડમથલમાં હતું !
શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં
સત્ય,કડવું ભલે પણ અમલમાં હતું !
કોણ’કે છે મુકદર બદલતું નથી?
આજ એ પણ અહીં,દલબદલમાં હતું !
મૌન, છેલ્લેસુધી અવતરણ ચિહ્નમાં
‘ને હવે,આંસુઓની શકલમાં હતું !
ફેર શું હોય છે રૂપ ને ધૂપમાં ?
બેઉ,અડધે સુધી હર મજલમાં હતું !

ડો.મહેશ રાવલ